-: વિજળીનાં ચમકારે :- superhit gangasati gujrati bhajan - vijadi na chamkare


 


-: વિજળીનાં ચમકારે :-

વિજળીનાં ચમકારે મોતી પરોવવા નહિંતર અચાનક અંધારૂ થાશે,

જોત જોતામાં દિવસો વયા જાશે નેં

એકવીસ હજાર છસો ને કાળ ખાશે.

૧. જાણવા છતાં આતો છે અજાણ પાનબાઇ અધુરીયા નેં ન કહેવાય

આ ગુપ્ત રસનો ખેલ છે અટપટો આંટી મેલો તો પૂરણ સમજાય ...

નીરમળ થઇનેં તમે આવો મેદાનમાં તમે જાણી લેજો જીવનની જાત

સજાતી વીજાતીની જુગતી બતાવું બીલે પાડી દઉં બીજી ભાત ....

૩. પીંડ બ્રહ્માંડથી પર છે ગુરૂજી બતાવું હું સદ્ગુરૂજીનો દેશ

ગંગાસતી એમ બોલીયા પાનબાઇ ત્યાં નહિં માયાનો જરીયે લેશ.

માસતા