ચલો થોડુ નારાયણ સ્વામી વિશે જાનીયે.
તેમના જીવન ની થોડી જાખી.....
-: જય ||*|||
૫. પૂ. સંત શ્રી નારાયણાં, સરસ્વતીજીની જીવન ઝાર
સૌરાષ્ટ્રના ઢસા તાલુકામાં આવેલુ દેરડી ગામમાં ઝાષામાં યાયને કાંઠે માતાજી આઇ જાનબાઇમાં ની દેરી છે. ઢસાથી નજીક આંકડીયા ગામમાં માતાજી આઇ જાનબાઇમાં ની દશમી પેઢીએ શ્રી મહીદાનજી લાંગાવદરાનો જન્મ થયો. શ્રી મહીદાનજી ને ભજન, છંદ, દુદા બોલવાનો શોખ હતો. તેમના પત્ની શ્રી જીવુબાબેન ખૂબ જ પવિત્ર આત્મા. દરેક કાર્ય ભગવત કિર્તન સાથે પોતાના હાથે કરતા, ગામમાં આવતા સંત સાધુઓ પ્રત્યે જીવુબામાંને અનોખો ભકિત ભાવ હતો.
આવા પવિત્ર હૃદયી પુણ્યાત્માઓને ત્યાં સં. ૧૯૯૪ ના અષાઢ સુદ-બીજ તા. ૨૯/૬/૧૯૩૮નાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ શકિતદાન રાખવામાં આવ્યું. પૂર્વ જન્મમાં કરેલા સુકર્મનો વારસો અને આ જન્મના પુણ્યશાળી મા-બાપ ના આચરણથી બાળક શકિતદાનની શકિતને પ્રેરક બન્યા.
બાળક શકિતદાનનુ થોડુ નાનપણ સૌરાષ્ટ્રના ચિતલ પાસે ભેલા ભીલડી ગામમાં પસાર થયું. શકિતદાનજીએ બે ગુજરાતી સુથી અભ્યાસ કર્યો. ત્યારથી જ તેઓને સંત સમાગમ ખુબજ ગમતો. ઢસા પાસે ગુંદાળા ગામથી ૩-૪ માઇલ દુર આવેલ જંગલમાં રાસવદરમાં હનુમાનજીનું મંદિર છે. ત્યાં તે વખતે દિગંબર સાધુ મહાત્મા
બાલાનંદજી બ્રહ્મચારી રહેતા તેમનું તપ અજોડ હતું. બ્રહ્મચારીજી એક જ વખત દુધ અને બટાટાની ભાજી લેતાં. તે વખતે બાળ શકિતદાનની ઉંમર ૮ વર્ષની હતી. તેઓ દરરોજ માં પાસેથી દુધ લઈ મહાત્મા પાસ આશ્રમે જતા. બ્રહ્મચારીજી પાસે બાળક શક્તિદાન
।।
।।
દરરોજ ભજન છંદ બોલતા તેથી તેમને આનંદ આવતો, શકિતદાને ૪- ૫ વર્ષ સુધી ત્યાં જવાનુ ચાલુ રાખ્યું.
આ સમય દરમ્યાન આઇ જાનબાઈમાંની દેરીમાં જ દેરડીના નાથા ભગતે નર નારાયણની મુર્તિ પ્રતિષ્ઠા કરાવવા મહોત્સવ કર્યો. આ વખતે અનેક સંત સાધુઓને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. સરધારના મહાન સંત શ્રી હરિહરાનંદજી બાપુને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઇ.સ. ૧૯૪૯ ના જુન મહિનામાં શકિતદાનજીને સંત શ્રી હરીહરાનંદજીના દર્શન થયા. પહેલા જ દર્શનમાં જુનિ ઓળખાણ કે સંબંધ હોય એવો અરસ પરસ ભાવ થયો. ગુરૂજીનાં ચરણોમાં નમસ્કાર કર્યા. સંત શ્રી રામદાસબાપુએ શકિતદાનજી નો પરીચય કરાવ્યો, અને કહ્યું. આ છોકરો ભજન બહુ સારા બોલે છે. ’’ તે વખતે સાધુ સંતો અને અન્યજનો વચ્ચે
શકિતદાનજી ચાર ભજન બોલ્યા.
સરધાર ગામની બહાર હરિહરા આશ્રમ આવેલ છે. તેમાં ધારેશ્વર મહાદેવનું તેમજ કાશી વિશ્વનાથ મંદિર અને સંન્યાશ્રમ છે. સંત શ્રી હરીહરાનંદજીની તપસ્યા અને સાધના અપ્રિતમ હતી. દશ વર્ષ સુધી તેઓએ માત્ર લિંબડાના પાંદડાનો રસ અને છાશ પી સાધના કરી. ત્યારબાદ તેઓ હંમેશા થોડી ખીચડી અને બટાટાની ભાજી લેતા. સંત શ્રી હરીહરાનંદજીના આમંત્રણથી શકિતદાનજી સરધાર ગયા. ત્યાંનું વાતાવરણ સંત સમાગમ શકિતદાનજીને બહુ ગમી ગયું. તે વખતે તેમની ઉંમર ૧૫ વર્ષની હતી. દરરોજ આશ્રમમાં સંતવાણી થાય. ત્યાં તેઓ ૧૫ દિવસ રોકાણા, એમને જવાની ઇચ્છા નહોતી. પણ માં અને બાપુજીના આગ્રહથી જવુ પડયુ.
શ્રી હરીહરાનંદજી બાપુનું જન્મ સ્થળ હલેન્ડા તે સરધારથી ૬ માઇલ દુર આવેલ છે. હલેન્ડાના આહિરો બાપુના મહાન સેવકો
ખાસ તો મેણંદ ભગત જડુ તેમની સતત સેવામાં રહેતા હતા. સંત શ્રી હરીહરાનંદજી બાપુ મહાવદ-બીજ થી મહાવદ અગીયારસ સુધી જુનાગઢની સનાતન ધર્મશાળામાં શિવપુરાણ બેસાડતાં. બાપુના આગ્રહથી શકિતદાનજી શિવપુરાણ અને સંતવાણીમાં હાજર રહેતા.
શકિતદાનજી જયારે હરિહરાનંદજી બાપુના આશ્રમમાં હતા. ત્યારે બાપુ તેમને કહેતા કે તારા બાપુની ઇચ્છા છે. માટે હવે તુ લગ્ન કરી નાખ. બાપુના અતિ આગ્રહને વશ થઇ તેમણે સને ૧૯૬૨ માં સુયોગ્ય. ધર્માભિમુખ કેળવણી પામેલા નાથુબા બેન સાથે લગ્ન થયા. જોગમાયા સમા એમના માતાજી જિવુબાબેન અને પિતા મહિદાનજીને અતિ આનંદ થયો. સમય વિતતા શકિતદાનજી ને ત્યાં ચંદનબાબેન નામે પુત્રી અને હરેશભાઇ તમેજ હિતેશભાઇ નામે બે પુત્રોનો જન્મ થયો.
""
શકિતદાનજી ભજન તો બોલતા પણ હારમોનિયમ અને તબલા કોઇ બીજા વગાડતા ગુંદાડામાં જીવણ બીજલ રબારી રહેતા. એ ઘણાં સારા ભજન બોલતા. તેઓ સુરદાસ પણ હતાં. તેમણે શકિતદાનજીને ‘‘જાગો જલારામ વીરપુર નિવાસી એ પેટી માથે શીખડાવ્યું. ત્યારબાદ સુરદાસજીનુ હારમોનિયમ પોતાના ઘરે લઇ જતા અને આપ મેળે શિખતા. એક વખત હરીહરાનંદજીએ શકિતદાનજીને કહેલું. “ જો તારી શકિત ખુબ ખીલશે'' ત્યારબાદ માં શારદાની કૃપાથી પ્રેરણા મળી ગઇ. અને પછી તો જાહેર ભજન માટે આમંત્રણ મળવા લાગ્યા.
શ્રી હરિહરાનંદજી બાપુ પાસે કેટલાક એવી વાતો કરવા લાગ્યા કે શકિતદાન ડાયરા કરે છે. ભજનના કાર્યક્રમ રાખે છે. ઘણું કમાય છે. આવી વાતો સાંભળતા શકિતદાનજીને ઘણુ દુ:ખ થયુ, અને હરીહરાનંદજીને દુઃખ થાય અને કહેવુ પડે એનાથી પહેલા જ
શકિતદાનજીએ બાપુને કહયુ “બાપુ હું હલેન્ડા છોડવા ઇચ્છુ છું. મને રજા આપો એવી મારી વિનંતી છે. '' હરીરાનંદજી એ સરધારવાળા વીરચંદ સોનીને ભલામણ કરી સરધારમાં ઓરડી ભાડે અપાવી.
ત્યારબાદ તેઓ રાજકોટ આવી વસ્યા. ૧૯૬૨ માં સનુભાની ગાડીમાં ડ્રાઇવીંગ શીખી લાયસન્સ કઢાવ્યું. તેઓ પટેલ ફિલ્ડ માર્શલની ગાડી ચલાવતા. ત્યારે અમુક સમય સુધી શકિતદાનજી હરીહરાનંદજી પાસે ગયા નહોતા. રાજકોટ નિવાસી સોઢા શેઠ ભજનના બહુ પ્રેમી તેમના પત્ની ધન લક્ષ્મીબેન પણ ખુબજ ભજન પ્રેમી. એક વખત ધનલક્ષ્મીબેને સમાચાર આપ્યા કે પૂ. હરીહરાનંદજી બાપુ આજે દેવ થયા. આ સાંભળતા જ શકિતદાનજીને ભયંકર આચકો લાગ્યો. તે તરત જ હલેન્ડા ગયા. બાપુના દર્શન કર્યા. તે વખતે જ વિચાર આવ્યો, “ આવો પુરૂષોને પણ જવુ પડે છે. આપણે શું હિસાબમાં ’’ ?
""
હરીહરાનંદજીના દેવ થયા પછી શકિતદાનજીની તબિયત લથડવા લાગી. હરિહરાનંદજીબાપુ શકિતદાનજીને કહેતા ‘નારાયણ સાધુ થઇ જા ભગવા પહેરી લે '' ત્યારે શકિતદાનજી કહેતા મારામાં કમાવાની ત્રેવડ છે,'' અને ખરેખર ગુરૂબાપુના દેવ થયા પછી શકિતદાનજીને વૈરાગ્ય લાગ્યો. ગુરૂ બાપુના દેવ થયા પછી શકિતદાનજી ને મેલેરીયા તાવ આવ્યો, અને તેમાંથી ટાઇફોઇડ શરૂ થયો. આ બીમારી અઢી મહિના ચાલી. તાવ ઉતર્યા પછી શકિતદાનજી એક મહિના સુધી રોયાજ કરતા. ભગવાનના ફોટા સામુ જુએ અને રૂએ, ત્યારબાદ કુટુંબના સભ્યોને સમજાવે છે કે હવે હું કૌટુંબીક જીવન જીવીશ તો જીવી શકશ નહી, માટે મને સાધુ થવાની રજા આપો, તમે સૌ જાણો છો, મારી બીમારી જીવલેણ હતી. તે વખતે મેં નિર્ણય કર્યો કે આ બિમારીમાંથી બચી જાઉ તો સાંસારિક બધી વસ્તુઓ છોડી સાધુ થઇ
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.