-: અંતરથી પૂજાવાની આશા રાખે :-
અંતરથી પૂજાવાની આશા રાખે ને
એને કેમ લાગે હિરનો સંગ રે
શિષ્ય કરવા નહીં એવા જેને
પૂરો ચઢયો ન હોય રંગ ...... ટેક
એજી રે અંતર નથી જેનું ઉજળું ને જેને મોટપણું મન માંય
તેવા ને બોધ નવ દીજીયે ને
જેની વૃત્તિ ભટકે આઇ ને ત્યાંઇ .....
રાઠથી રહેવુ સદાય વેગળાને
એવાની સંગે કજેતી થાય રે
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય તે ભલેને કોટી કરે ઉપાય રે
એજી એવાને ઉપદેશ કદી નવ દેવો ને એથી ઉલટી ઉપાધિ વધતી જાય રે
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઇ એવાથી દુર રહેવું સદાય
"
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.