-: વનમાં વિયોગી બની રે :-
વનમાં વિયોગી બની રે રઘુવીર રામ રૂદન કરે રામરૂદન કરે એની આંખે આંસુડા ઝરે ... ટેક
પુરૂષોત્તમ
ઝાડને પૂછે પહાડ ને પૂછે પશુ પંખીને પૂછતાં ફરે ઘડીયે ઘડીયે નાખે નિસાસા અને લક્ષમણ હાથ ધરે...
કોઇ બતાવો સીતાજીને કરજોડી ને કરગરે
વિયોગે જેનું દિલ દુભાયું વૃક્ષ ને વળગી પડે...
૩. રામચંન્દ્ર ને રડતા જોઇને વન આખુંય રડે ચૌદ ભૂવનના સ્વામી એવી માનવ લીલા કરે...
૪. લક્ષમણ કહે બાંધવ મારા શોચ કરે શું વળે ધનુષ્ય ઉપર બાણ ચડાવો દુશ્મન દેખીનેં ડરે...
૫.
૬.
જેની સહાયથી સૃષ્ટિ આ સઘળી મનગમતી મોજ કરે વાનર હાથે પાજ બંધાવી એને નામે પત્થરા તરે...
લંકા નગરીમાં રામને બાણે પાપી રાવણ મરે ‘“પુરૂષોત્તમ’” ના પ્રભુને સંગે સીતાજી આવીને મળે...
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.