: સમજો સુલક્ષણા તમે ગુરૂજીની :- ગોળ રે બંગાળના રાજા ગોપીચંદને LYRICS - SAMJO SULAKSHANA TAME GURUJI NE ,GOL RE RAJA GOPICHAND



-: સમજો સુલક્ષણા તમે ગુરૂજીની :-

ગોળ રે બંગાળના રાજા ગોપીચંદને

ચેતોને ચેતાવે તમને મેનાવતી માઇ સમજો સુલક્ષણા તમે ગુરૂજીની સાનમાંને

જોગી થઇને કુંવર જયો જદુરાઇ ..... ટેક

૧. રાજરે રજળશે ને માતા રાણીયું રડશે ને લેતા ફકીરી મારા મનડાં મુંઝાય

જોગ રે લેતાં હું તો લાજુ રે જનેતાને

કંકુ વરણી મારી કાયા કરમાઇ

.....

સમજો

પુરૂષોત્તમ

૨.

તમારા પિતાજીનો વૈભવ જોતાં ને

ઇન્દ્ર રાજાને એની આવે અદેખાઇ

રતન જેવી કાયા રાખમાં રોળાણીને એવું જાણીને તમે તજો ઠકુરાઇ

૩. આપણી ઘોડારમાં કૂવો છે ભમરિયોને

૪.

.....

અનાથુ ના નાથ બેઠા સમાધિ લગાઇ

ચરણોમાં જઇને તમે શિશ રે નમાવોને ભવનાં રે બંધન બાવો દેશે રે છુડાઇ

ગોપીચંદ રાજા જગાડે જલંધરને

ઉઠો ઉઠોને ગુરૂજી અલેખ જગાઇ

પુરૂષોતમ કહે ગુરૂને પ્રતાપેને

નામ ને કાયા દોનો અમર બનાઇ

૧૩

સમો