: સાનમાં એક સાન ગુરૂજીની :- lyrics - saanma ek saan guruji ni bhajan lyrics - gangasati


 


ગંગાસતી


: સાનમાં એક સાન ગુરૂજીની :-

સાનમાં એક સાન ગુરૂજીની કહું પાનબાઇ જેથી ઉપજે અતિ આનંદ

સિદ્ધ અનુભવ જેનાં ઉરમાં પ્રગટે તેને મટી જાય માયા કેરો ફંદ

ચૌદ લોકથી વચન છે ત્યારૂં

તમે તેની કરી લ્યો ઓળખાણ

યથાર્થ બોધ વચનનો જણાંતા

મટી જાય મનની તાણાં વાણ

વચન થકી ચૌદ લોક રચાણાં

વચન થકી ચંદ અને સૂર.

વચન થકી માયાનેં મેદની

વચન થકી વરસે સાચા નૂર

વચન જાણ્યું એણે સરવે જાણ્યું

તેને કરવું પડે નહિં બીજું કાંઇ

ગંગા સતી એમ બોલીયાં પાનબાઈ એને નડે નહિઁ માયાની છાંય

) -

૪. સંગતું કરો તો તમે એવાની કરજો.

ભજનમાં રહેજો ભરપુર

ગંગાસતી એમ બોલીયા પાનબાઇ

જેનાં નયનોમાં વરસે સાચાનુર.