-: પ્રેમનો પંથ છે ન્યારો ઃ- lyrics - premno panth chhe nyaro nazir bhajan - lyrics superhit


 


-: પ્રેમનો પંથ છે ન્યારો ઃ-

પ્રેમનો પંથ છે ન્યારો સર્વથી પ્રેમનો પંથ છે ન્યારો ...

નાઝીર

જે જાણશે તે શિર સાટે માણશે એમાં નથી ઉધારો પ્રેમનો અમલ આવ્યો જેની આંખમાં ઉતરે નહિં ઉતાર્યો

૨. આંઠે પહોર રહે આનંદમાં પ્રેમ રસનો પીનારો વાલા વિના તેને લુખ્ખું લાગે સંસાર સાગર ખારો

૩. પ્રેમ રસ કયામાં ના આવે, જાણે જાણણહારો “પ્રીતમ’” પ્રેમીજન જો મળેતો આતમ રામ અમારો