પ્રેમ લક્ષણા ભકિત જેને પ્રકટી તેને કરવું પડે નહીં કાંઇ રે lyrics - prem laxana bhakti jene prakti bhajan




ગંગાસતી

-: પ્રેમ લક્ષણા ભકિત જેને :-

પ્રેમ લક્ષણા ભકિત જેને પ્રકટી તેને

કરવું પડે નહીં કાંઇ રે

સતગુરૂ વચનની છાયા પડી ગઇ તેને

અઢળક પ્રેમ જાગ્યા ઉરમાંય ....

૧. પ્રેમ લક્ષણાં ભકિત શબરી એ કીધીને

૩.

શ્રી રામ આરોગ્યા એઠાં બોર

આવરણ અંતરમાં એકે ન આવ્યું ને

ત્યાં ચાલે નહીં જમડાનું જોર

એજી પ્રેમ પ્રગટયો વિદુરની નારી રે

ભુલી ગઇ દેહ કેરૂં ભાન રે

કેળાંની છાલમાં હરિને રીઝાવ્યા ને

તેને છૂટયું અંતરનું માન રે ......

એવારે પ્રેમ જયારે પ્રકટે પાનબાઇ

તો સ્હેજે હરિનો ભેટો થાય

ગંગાસતિ એમ બોલિયા પાનબાઇ

જેથી જમરાજા દૂર જાય