ગંગાસતી
પરિપૂરણ સત્સંગ ઃ-
પરિપૂરણ સત્સંગ હવે તમને કરાયુંને આપું જોને નિરમળ જ્ઞાન
જનમવા મરવાનું તમારૂં મટાડીને
ધરાવું અવિનાશીનું ધ્યાન
નામ રૂપને મિથ્યા જાણોને
......
મેલી દેજો મનની તાણા વાણ રે
આવીને બેસો એકાન્તમાં તમને
પરિપૂરણ
પદ્ આપું નિરવાણ ...... પરિપૂરણ
સદા રહો સત્સંગમાં ને
કરો અગમની ઓળખાણ
સૂરત સૂરત થી નિજનામ પકડીને
જેથી થાય હરિની જાણ
......
પરિપૂરણ
3.
મેલ ટળે ને વાસના ગળેને
કરો પૂરણનો અભ્યાસ
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઇ
થાય મૂળ પ્રકૃતિનો નાશ ....
પરિપૂરણ
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.