-: મન મરીયું તેને ઃ-
મન મરીયું તેને ત્યાગી કહીયે તે
ભલેને વરતે વહેવાર માંય રે
ભીતર જાણ્યા તેની ભ્રાંતિ ભાંગીને
તેને નડે નહીં માયાની છાંય ....
આર્યો અભિયાસ ને મટી ગઇ કલ્પના
આનંદ ઉપજયો અપાર રે
વ્રતમાન બદલે તેને રે પાનબાઇ તેને લાગે વચનુમાં તાર રે .
આસન ત્રાટક ખટમાસ સિધ્ધ કર્યું ને વરતી થઇ ગઇ સમાન રે
ગુરૂને શિષ્યની થઇ ગઇ એકતાને મટી ગયું જાતિનું માન રે
પદારથ ની અભાવના થઇ ગઇ તેહને તે
વાસના મટીને ટળી તાણા વાણ
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઇ
જેને થઇ ગઇ સદ્ગુરૂની ઓળખાણ
ગંગાસતી
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.