૧.
-: કાળ કરમ અને સ્વભાવ જીતવો ઃ-
કાળ કરમ અને સ્વભાવ જીતવો
રાખવો નહિં અંતરમાં ક્રોધ
સમાન પણે સર્વમાં વરતવું ને
ટાળવો મનનો વિરોધ.
નીરમળ થઇનેં કાળને જીતવો
એમ રાખવો અંતરમાં વૈરાગ
જગતના વૈભવને મિથ્યા જાણવો ટાળી દેવો દુબજાનો દાગ
આ લોક પરલોકની આશાઓ તજવી રાખવું અભ્યાસમાં ધ્યાન.
તરણાં સમાન સિધ્ધીઓ જાણવી મેલવું અંતરનું માન ......
૩. ગુરૂમુખી હોય તેણે એમ જ રહેવું
અને વરતવું વચનની માંય
ગંગાસતી એમજ બોલીયા નેં
એને નહીં નડે જગતમાં કાંય
ગંગાસતી
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.