પુરૂષોત્તમ
-: શ્યામને સ્વપ્નાં એવાં આવે-
શ્યામને સ્વપ્નાં એવાં આવે
બંસરી બેસુરી કોણ બજાવે .... ટેક
૧. ગોકુળ ગામથી ગોરી રાધીકા દોડતી દ્વારીકા આવે વનવગડામાં ભૂલી પડી એને મારગ કોણ બતાવે ....
૨. માતા યશોદા કહે કનૈયાને તમને મીઠડાં માખણ ભાવે કોને રમાડું ને કોને જમાડું મારા કાનુડાને કોણ તેડી લાવે ....
3.
બાલપણાની સાથી બંસરી ગોકુલ ગામ બજાવે વનમાં વાગે ત્યારે વૃજનારીની પાંપણે પાણી પડાવે ....
૪. પુરૂષોત્તમ કહે સ્વપ્ના સહુને બીજી દુનિયા બતાવે ઝબકી જાગ્યા શ્યામ સુંદીર ત્યાં રૂક્ષ્મણી ચરણ દબાવે ....
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.