-: રામને કેમ રીઝવશોરે :-
રામને કેમ રીઝવશોરે જીવડા જોને વાત વિચારી જોને વાત વિચારી તારી કરણી લેને સંભાળી
૧. શું ખાધું શું પહેર્યું ઓઢયું કેટલી પરણ્યા નારી એ પ્રભુજી નથી પુછવાના શ્રીમંત છોકે ભિખારી...
૨.
3.
૪.
૫.
કર્મ કર્યા ઘણાંયે એવાં જાણી જોઇને જખમારી ભૂંડે હાલે ભોગવવાં પડશે નથી ઉગરવાની બારી...
સંત શાસ્ત્રોને શાની ધ્યાની પંડિત કહે છે પોકારી નામ લીધાની નોંધ નીકળશે હૈયે જાશો હારી...
દાન પૂણ્યને સંતની સેવા કરી લેજો સંસારી જીવન જગમાં સફળ થાશે ખુશી થાશે ખરારિ...
હિતની વાત હૈયે ધરશે એની બુધ્ધીની બલીહારી ‘“પુરૂષોત્તમ’” ગુરૂ પ્રતાપે રઘુવીર લેશે ઉગારી...
પુરૂષોત્તમ
૧૨
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.