ગંગાસતી
-: વિવેક રાખોને -
વિવેક રાખોને તમે સમજીને ચાલો ને
વસ્તુ રાખો તમે ગુપ્ત
મુખના મીઠાં ને અંતરના ખોટા
એવાની સાથે ન થાઓ લુબ્ધ .....
એજી રે અજડ અવિવેકી ગુથી વિમુખ રેવું જેને રહેણી નહી લગાર રે
વચન લંપટ ને વિષય ભરેલા ને
એવાની સાથે મેળવો નહીં તાર
એજી રે અહંતા મમતા આશા ને તૃષ્ણાને ઇર્ષ્યા ઘણી ઉર માંય રે
એવા માણસને અજ્ઞાની ગણ્યાને પોતાની ફજેતી થાય રે
દાઝ ના ભરેલા ને દુઃખ માંય પુરાને
નહી વચનમાં વિશ્વાસ
ગંગાસતી એમ બોલિયા પાનબાઇ
......
એવા પાખંડીથી તમે પામજો ત્રાસ રે .....
7/
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.