ગંગાસતી
૧.
-: ઝીલવો હોય તો રસ ઝીલી લેજો :-
ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનબાઇ
પાછળથી પસ્તાવો થાશે
અગમ અગોચર રસનું નામ છે
એતો પૂરણ અધિકારીથી પમાશે
માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઇ જૂઓને વિચારી તમે મનમાં
દષ્ટ પદારથ નથી રેવાના પાનબાઇ
સુણોને ચિત્ત દઇને વચનમાં
૨. આતો ગુંજાનો લાડવો છે પાનબાઇ અહંભાવ વિના નો ખવાય
કોટી રે જન્મની મટાડો કલ્પના ત્યારે જાતિ પણું વયું જાય
૩. દ્રષ્ટી રાખો ને ગુપ્તરસ ચાખો પાનબાઇ
તો તો રોજ આનંદ વરતાય
ગંગાસતી એમ બોલિયાં રે
આપમાં આપ મળી જાય
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.