-: વસ્તુ વિચારીને દીજીએ :-
વસ્તુ વિચારીને દીજીએ ને
જો જો તમે સપાત્ર રે
વરસ સુધી અધિકારી પણું જોવું ને
ફરે ને રહે અણું માત્ર રે ..... વસ્તુ
ગુરૂના વચનમાં શ્રધ્ધા ન રાખે એ
શુધ્ધ અધિકારી ન કહેવાય
ગુરૂજી ના વચનમાં આનંદ પામેને
રે
આવીને લાગે એને પાય રે ..... વસ્તુ
એજી રે એવા શુધ્ધ અધિકારી જેને ભાળો ને
તેનો માનજો ઉપદેશ રે
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઇ
ગંગાસતી
એને લાગે નહીં કઠણ વચન લેશ
.....
વસ્તુ
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.