-: મેણાં ન કોઈને મારો મનવા -
મેણાં ન કોઇને મારો મનવા મેણાં ન કોઇને ... વીરા તમે વાણી વદતાં વિચારો મનવા મેણાં ન...
પુરૂષોત્તમ
૧. સતી પાર્વતી પાણી ભરે ત્યાં સાગરે શબ્દ ઉચાર્યો ત્રણ ભુવનના નાથની નારીને મળ્યો નહીં જલ ભરનારો
ગાગર ભરીને ગવરી ચાલ્યા અંગમાં લાગ્યો અંગારો મહાસાગરે મને મેણું રે માર્યું એનું ગુમાન ઉતારો
૩. સુણી વચને શંકર બોલ્યા ધીરજ મનમાં ધારો સાગર કિનારે આસન વાળ્યા જાપ જપે જટાવાળો
૪. ત્રણ દિવસ શિવે તપ કર્યું ત્યાં બળવા લાગ્યો કિનારો કર જોડી ને સાગર વિનવે ક્ષમા કરોને દોષ મારો
૫.
બ્રહ્મા વિષ્ણુ કહે સાગરએ હાથે કરીને કાં હાર્યો ચૌદ રતન એના લૂંટી લીધા ને કીધો સાગરને ખારો
૬.ગુરૂને પ્રતાપે ભણે પુરૂષોત્તમ બોલતાં બોલ વિચારો સીધું પુરી મને શરણે રાખીને ભવસાગરથી તારો
મનવા...
મનવા...
હા
મનવા...
મનવા...
મનવા...
મનવા...
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.