-: જોડ્યો અમે નારાયણથી નાતો :- lyrics bhajan shabd jodyo ame narayani nato

 




પુરૂષોત્તમ

-: જોડ્યો અમે નારાયણથી નાતો :-
જોડયો અમે નારાયણથી નાતો
કરવા સુદ દુઃખ ની બે વાતો ....
હેતે હરિની પાસે જઇને ગીત મધુરાં ગાતો હું નાચું ને હરિ પણ નાચે હૈયામાં હરખાતો ....
મળતો જયારે હોંશે હિરને આનંદ અંગ ઉભરાતો ઘણાં દિવસનાં વહાણાં વાયાં સ્નેહ
સુધારસ પાતો
ચાલો પ્રભુજી જીવું પુજાવા આવી પૂજનની રાતો બોલાવે છે લક્ષ્મી શ્યામને સાદ નથી સંભળાતો
બંને બનેલા પ્રેમ દિવાના ભવનો ભેદ ભુલાતો પાગલ પ્રભુને કરતો તેથી મારી પગની બે લાતો ......
પ. ઘડીભર કેડ વળી ગઇ વાંકી હોય મન મલકાતો પુરૂષોત્તમ એ યાદ કરીને સુખે સદા સૂઇ જાતો .
૧૮