ગંગાસતી
-: સત્ય વાતમાં જેનું ચિત્ત :-
સત્ય વાતમાં જેનું ચિત્ત ભળી ગયું ને
ઇચાર વાણી થકી પાર રે
સપનામાં પણ એ ચળે નહીં ને
એતો નિર્ભય નરને નાર રે
ભેદ પણાનો સંશય ટળી ગયો ને
મટી ગયો વર્ણ વિકાર
તન મન ધન જેણે પોતાનું નથી માન્યું રે એવા સદ્ગુરૂ સંગે એકતાર રે .....
એજી એવાને ઉપદેશ તરત લાગે ને
એણે પાળ્યો સાંગો પાંગો અધિકાર
આ અલૌકિક વાત એવાને કેજો ને
સમજી જાશે એતો બધો સાર રે .......
૩. હરિગુરૂ સંત ને એકરૂપ જાણજો ને
રહેજો સ્વરૂપમાં લીન રે
ગંગાસતી એમ બોલિયા પાનબાઇ
તમે સમજુ છો મહા પ્રવિણ
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.