-: સદગુરૂ શબ્દનાં તમે :-
સદગુરૂ શબ્દનાં તમે થાવ અધિકારી
મેલી દયો અંતરનું અભિમાન
માન મેલી આવો મેદાને ... બતાવુ સદ્ગુરૂની સાન
અંતર ભીંજયા વિના ઉભરો ન આવે
નવ થાય સાચે સાચી વાત
આંટી છૂટે જયારે અંતર તણી
પ્રભુજી દેખાશે આપો આપ
સતસંગ રસ ઇ તો અગમ અપાર છે પીવે કોઇ પીવન હાર
તન મન ની શુધ્ધી ભુલશો ત્યારે અસર પરસ મળશે એક તાર
.......
સદ
ધડ પર શીશ જેને ન મળે પાનબાઇ એવો ખેલ છે આ ખાંડાની ધાર
આવી રીતે તમારૂં શીશ ઉતારો રમાડું બાવન બાર
૪. હું અને મારૂં એ તો મનનું છે કારણ ઇ મન જો મરી જાય
સદ
હું ગંગા સતી ’” એમ બોલીયા પાનબાઇ પછી પરમાત્મ તત્વ દર્શાય
સદ
ગંગાસતી
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.