૧.
-: રામને રાજતિલકનાં રે :--
પુરૂષોત્તમ
રામને રાજતિલકનાં રે જેદી ગાજે નાદ ગગનમાં ગાજે નાદ ગગનમાં દાસી મંથરા મૂંઝાણી એના મનમાં
માતા સરસ્વતી એની રસનાયે બેઠાં તર્કટ જાગ્યાં તનમાં ઘરફોડીએ ઘાણ જ કાઢયો લાય લગાડી લીલા વનમાં
રામને...
કૈકેયી તારા કુંવરીયાને બાંધી રે લેશે બંધનમાં
પટરાણી પદ તારા પલટાઇ જાશે દાસી થઇ રેજે ભવનમાં
રામને...
૩.
કૌશલ્યા રામને તિલક દેશે ટાઢક વળશે એનાં તનમાં તારા દુઃખની બીજ ઉગશે ગ્રહણ ઘેરાશે પૂનમનાં
રામને...
૪.
માગી લેને વરદાન બે તારાં દશરથને બાંધી વચનમાં ભાઇ ભરતને રાજના તિલક રામ સિધાવે વનમાં
રામને...
૫.
રાજારામ તો વનમાં સિધાવે ને સીતાને લક્ષમણ સંગમાં પુરૂષોત્તમ ’’ કહે ઉદાસ અયોઘ્યા હર્ષ વધ્યો છે દેવનમાં
રામને...
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.