ગંગાસતી
-:
મનોવૃતિ જેની સદાય :-
મનોવૃતિ જેની સદાય નિર્મળ ને
તે પડે નહીં ભવસાગર માંય રે
સદ્ગુરૂ ચરણમાં જેનું ચિત્ત લાગ્યુંને એને લાગે નહીં માયા કેરી છાંય
૧. પિતૃ ગૃહ દેવતા કોઇ નડે નહી ને જેનું બંધાણું વચનુમાં ચિત્ત
..
આવરણ એને એકે નડે નહિઁ ને
જેનું મનડું નથી વીપરીત ....... મનોવૃત્તિ
જેની મટી ગઇ અંતરની આપદાને
તેને સદ્ગુરૂ થયા મેહરબાન રે
મન કર્મ થકી એણે વચન પાળ્યું ને
એણે મેલ્યું અંતરનું માન રે
.......
મનોવૃત્તિ
૩. હાણ ને લાભ જેને એકે નહીં ઉરમાં ને
જેને માથે સદ્ગુરૂનો હાથ
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઇ
તેને મળ્યા ત્રિભોવન નાથ
મનોવૃત્તિ
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.