૧.
૨.
3.
-: વાંક નથી કંઈ અમારો લક્ષમણ :-
વાંક નથી કંઇ અમારો લક્ષમણ વાંક નથી. દોષ નથી રે અમારો લક્ષમણ દોષ નથી રે અમારો.
સતી સીતાજી રથમાં બેઠાં લક્ષમણ હાંકન હારો ઋષિ મુનિનો આશ્રમ આવ્યો આવ્યો છે ગંગા કિનારો
પુરૂષોત્તમ
વાંક નથી...
લક્ષમણ કહે છે સુણો માતાજી ખેલ કર્મનો ન્યારો કોઇ કારણ રામ રૂઠયા છે ત્યાગ કર્યો છે તમારો
રડતે હૃદયે સીતાજી બોલ્યા છો અપરાધ અમારો તનમનથી શ્રી રામને સેવ્યા ધર્મ સતીનો મેં ધાર્યો
વાંક નથી...
વાંક નથી...
નગરમાં એક નરનારી લડતાં ધોબી બોલ્યો ધૂતારો રામે સીતાજીને પાછા રાખ્યાં એવો નહિં હં થનારો
વાંક નથી...
૫. વનવગડામાં જીવન વીતાવ્યું આવ્યો નહીં દુઃખનો આરો અવિચારી જનના વચને ત્યાગી બળતાને શીદ બાળો
વાંક નથી...
૬. મારે માટે રામે રાવણને માર્યો બાંધ્યો સાગર ખારો જો ભાવિની ખબર હોત તો પ્રાણ તજત હું મારો
વાંક નથી...
૭. ગર્ભવંતીને કોણ સાચવશે એકલડી નેં ઉગારો પુરૂષોત્તમ એમ લક્ષમણ બોલ્યા સહુનો રામ રખવાળો
વાંક નથી...
૫
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.