-: કળયુગ આવ્યો હવે :-
કળયુગ આવ્યો હવે કારમો ને તમે સુણજો નર નાર
ભકિત ધરમ એમાં લોપાસે તે
રહેશે નહિં તેની મર્યાદ
૧. ગુરૂજીનું કહેવું શિષ્ય માનસે નહિં ઘર ઘર જગવશે જયોત
નરનેં નારી એકાંતે બેસશે ત્યાં
રહેશે નહિં આતમ જયોત ....
એક બીજાનાં ત્યાં અવગુણ જોવાશે અને કરશે ધણી તાણા વાણ
કજીયા કલેશની વૃધ્ધી થાશે ત્યારે ગણશે લાભ નહિં હાણ
૩. છેવટે તો સાધુ પુરૂષનાં આરાધ થકી પ્રભુ પધારશે એમને દ્વાર
ગંગાસતી એમ બોલીયાં પાનબાઇ
ભંજની પુરૂષ નો કરશે ઉધ્ધાર ....
ગંગાસતી
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.