ગંગાસતી
-: જુગતી તમે સહુ જાણી લેજો :-
/ જુગતી તમે સહુ જાણી લેજો રે
મેળવી વચનનો એકતાર
વચન રૂપી દોરમાં સૂરતાને બાંધો
ત્યારે મટી જાશે જમનો માર
૧. જુગતી જાણ્યા વગર ભકિત નૈ શોભે
મરજાદા ભલે લોપાઇ જાય
ધરમ અનાદિનો જુગતીથી ખેલો
જુગતીથી અલખ આરાધાય
જુગતીથી સ્હેજે
ગુરૂપદ જડેને
જુગતીથી તાર બંધાય
જુગતી જાણે તો પાર પોંચી જાય
જુગતીથી ત્રણ તાપ નડે નહીં
૩. જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે
એતો ડિર જેવા બની જાય
ગંગા સતી એમ બોલિયાં પાનબાઇ
તેને નમે જગતનાં હંધાય ......
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.