ગુપ્ત રસ આતો જાણી લેજો પાનબાઇ - lyrics - bhajan- gupta ras jani lejo panbai bhajan


 


ok

-: ગુપ્ત રસ આતો જાણી લેજો :-

ગુપ્ત રસ આતો જાણી લેજો પાનબાઇ

જેથી જાણવું રહે નહીં કાંઇ

ઓઘ રે આનંદના કાયમ રહેને

સેજે શ્ય બધા મટી જાય

૧. બહેન રે શુરવીર થઇને સંગ્રામે ચડવું પાનબાઇ

માયલું મન ફરી ઉભું ન થાય

કેવળ ભગતીને તમે એમ પામો પાનબાઇ જેથી જનમ મરણ મટી જાય

પરપંચના તોડી નાખો પડળ પાનબાઇ

તો તો પચરંગી પાર જણાય

જનારથ પદને પામ્યા પછી પાનબાઇ

ભાવક ભાવ મનમાં નહીં જાય

૩. બહેન રે મેદાનમાં હવે માંયલો બચાવો પાનબાઇ

ભજનમાં રહો ભરપૂર

ગંગાસતિ એમ બોલિયા પાનબાઇ

વરસાવો નિરમળ નૂર

ગંગાસતી