-: આદિ અનાદિ વચન :-
આદિ અનાદિ વચન પરિપૂરણ પાનબાઇ વચનથી વધે નહિં બીજું કાંઇ
કરમને કારણે એને કાંઇ નડે નહિં જેમ કરવું હોય તેમ થાય.
૧. પગલું ભરે ત્યાં વચન તપાસે ને
૨.
થઇને રહે ગુરૂજી ના દાસ
આઠે પહોર મન મસ્ત થઇ રહે વે
કરે નહિં કોઇની આશ
જનક રાજા એક દિ વચન ભુલી ગ્યાતા દિધો જઇ પેઘડે પાવ
એક વરસ સુધી એમ જ ઉભાતા
પછી વઘ્યો વચનમાં ભાવ
૩. દેહ હોવા છતાં વૈદેહી કેવાણાંને
એવો છે વચનનો પ્રતાપ
ગંગાસતી એમ બોલીયાં
એને નડે નહિઁ યી વીધી નાં તાપ
આદિ
ગંગાસતી
આદિ
.......
આદિ
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.