-: અભ્યાસ જાગ્યા પછી :-
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદ વાદીની સાથ. કાયમ રહેવું એકાંતમાં, માથે સદ્ગુરૂનો હાથ
૧. તીરથ વૃત પછી કરવા નહીં
3.
ન કરવા સદ્ગુરૂજી કરમ
એવી રે ખટપટ છોડી દેવી
જયારે જણાંય માંયલો મરમ ....
હરિમય જયારે જગત જણાયું
ત્યારે પ્રપંચથી રહેવું તમારે દુર
મોહ સઘળો છોડી દેવો અને
હિર ભાળવા ભરપુર
મેળા મંડપ પછી કરવા નહિં પાનબાઇ
એ છે અધુરીયા નાં કામ
ગંગાસતી એમ જ બોલ્યા
જો જોવાં હોય પરિપૂરણ રામ ....
ગંગાસતી
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.