ગંગાસતી
યોગી થવું હોય તો ઃ-
// યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો
૧.આદરો તમે અભિયાસ
હિર ભાળવા હોય તો હિંમત રાખો
જેનો પરિપૂરણ સરવમાં વાસ ... યોગી
હેજી રજો ગુણી ને તમો ગુણી આહાર ન કરવો સ્વપ્ને ન કરવી આશ
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી
થાય બેય ગુણો નો નાશ .... યોગી
હેજી સત્વગુણમાં છે ભેદ મોટોને
એક શુધ્ધ બીજો મલિન કહેવાય
મલિન રજો તમોનો ત્યાગ કરવો
તો પરિપૂર્ણ યોગી થાય .... યોગી
૩. હેજી રે વિદેહ દશા તેહની પ્રકટે તેથી ત્રણ ગુણોથી થાય પાર રે
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઇ
જેનો લાગ્યો તૂરીયા તીતમાં તાર .... યોગી
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.