-: કોનાથી બગાડું રામ :-
કોનાથી બગાડું રામ કેનાથી બગાડું
મારે જીવવું થોડું ને રામ કેનાથી બગાડું
૧. વહેલું મોડું સૌને જવાનું દુનિયા છે મુસાફિર ખાનું સુખના સુતેલા એને શીદને જગાડું ભાઇ
......
૨. પંખીડા આવીને રેજો વડલે તો વિસામો લેજો ડરશો નહીં દિલમાં વીરા તમને નહીં ભગાડું
7 8 9
૩. કોણ છે વેરીને વહાલું ઠાલા આવ્યા ને જાવું ઠાલું સાર છે સંપમાં વહાલા શંખ શું વગાડું .... ભાઇ
૪.
અંતર જામી એટલું માંગુ પર દુઃખે એકલો જાગું આંખને આંસુડે એની અગ્નિ બુઝાડું ...... ભાઇ
૫. પુરૂષોત્તમ કહે પ્રાણ પ્યારા સતગુરૂ તારણ હારા સમરણ સવાયાં દેજો લગની હું લગાડું ...... ભાઈ
પુરૂષોત્તમ
ભાઈ
१७
SUND
તમે અમારો સંપર્ક નીચે આપેલ એપ દ્વારા કરી શકો છો.